કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જૂન મહિનાની આ સંકલન બેઠકનું નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંચાલન કરી જુદા-જુદા વિભાગોના વિવિધ આંતરીક પ્રશ્નોનો રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટર જે.બી.પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ પોલીસ અધિકારી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એમ.એ.ઝાલા, સેરસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એન. કતીરા, જિલ્લા આયોજન અધિકારી જિજ્ઞેશ બગિયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા તથા સલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.