Site icon ચક્રવાતNews

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જે વર્ગોમાં અભયાસ અર્થે આવેલા વિદ્યાર્થિનીઓના કોરોના રેપીડ એન્‍ટીજીન ટેસ્‍ટ કરાયા હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવી છે.

કેશોદમાં આવેલી કે.એ.વણપરીયા પટેલ કન્‍યા વિઘા મંદિરમાં એકીસાથે 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ અંગે કન્‍યા છાત્રાલયના આગેવાનએ જણાવ્યું છે કે, સંસ્‍થાની શાળામાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે સંસ્‍થા દ્વારા વર્ગમાં હાજર રહેલી વિદ્યાર્થિનીઓના કોરોનાના એન્‍ટીજીન રેપીડ ટેસ્‍ટ કરાવવામાં આવેલ હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવેલી છે. આ 11 માંથી 8 શહેરમાં અને 3 વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્‍ટેલમાં રહેતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને કોઇપણ જાતની તકલીફ ન હોવાની સાથે કોઇપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.સંકુલમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી.અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.એકજ સ્કુલ માં અભ્યાસ કરતી 3 હાેસ્ટેલની અને 8 શહેરની એમ મળી કુલ 11 વિદ્યાર્થીનીઓ કાેરાેના ના લક્ષણાે જણાયા હતા.

 

 

Exit mobile version