મોરબી: ઝુલતા પુલ દુર્ઘટના ને પગલે મોરબી નગરપાલીકા ગત એપ્રિલ મહિનામાં સુપર સિડ થયા બાદથી વહીવટદાર શાસન લાગુ થયુ હતું અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાના વહીવટદાર તરીકે એન કે મુછારની જ્યારે ચીફ ઓફિસર તરીકે ડે કલેકટર ડી.સી પરમારની નિમણુક કરી હતી.
ત્યારે ડી.સી પરમાર સતત બે મહિના સુધી પાલિકાના ચીફ ઓફિસર તરીકે કામગીરી કર્યા બાદ ૩૦ જૂનના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા જેથી તેમના સ્થાને શહેરી વિકાસ અને ગૃહ હાઉસિંગ વિભાગ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને સોંપવામાં આવ્યો છે. આગામી સમયમાં હર્ષ દીપ આચાર્ય હળવદ પ્રાંત અધિકારીની સાથે સાથે મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકેની પણ ફરજ બજાવશે.