Site icon ચક્રવાતNews

મોરબીના ભામાશા ઓ.આર. પટેલની પુણ્યતિથી નિમિત્તે દેહદાનનો સંકલ્પ કરતા ગોવિંદભાઈ વરમોરા

પ્રેરણામુર્તિ સ્વ. ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમીતે સમગ્ર સૌરાષ્ટ્રમા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ત્થા દેહદાન સંકલ્પ ના કેમ્પ નિમીતે આજ રોજ દેહદાન કરવાના સંકલ્પ લેવાની શરૂઆત મોરબીના દાનવીર ભામાશા અને અનેક  સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે સેવા આપતા સર્વધર્મ સમભાવની ભાવનાને ચરિતાર્થ કરતા હોય એવા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ ) તરફથી દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યુ કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ શ્રી ઓ.આર.પટેલ સાહેબના પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી છે ત્યારે મોરબીવાસીઓ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વડીલોને દેહદાન સંકલ્પ લેવા માટે બહોળી સંખ્યા મા આવવા માટે આહવાન કરે છે.

છેલ્લા એક પખવાડિયાથી મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં લોકો અજંતા ઓરપેટ ગ્રૂપના સંસ્થાપક ઓ.આર.પટેલની 11 મી પુણ્યતિથિ નિમિત્તે પોતાનાથી જે કંઈ સારું સેવાનું કામ થઈ શકે એ કરવા થનગની રહ્યા હોય એવો માહોલ ચારેબાજુ જોવા મળી રહ્યો છે.

Exit mobile version