મોરબી જિલ્લાના શિક્ષકોના બીએલઓ, ઓપીએસ તેમજ શિક્ષણ સિવાયની કામગીરી બાબતના પ્રશ્નો ઉકેલવા રાજ્ય કારોબારીમાં રજુઆત કરાઈ
Morbi chakravatnews
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ હોવા છતાં સિવિલ સર્જનના સર્ટિનો દુરાગ્રહ રાખવામાં આવે છે,યોગ્ય અને વાજબી કારણો હોવા છતાં હુકમ રદ કરવામાં નથી આવતા અને અમુક લાગવગ ધરાવતા લોકોના બીએલઓના હુકમો નીકળતા જ નથી નીકળ્યા હોય તો રદ થઈ જાય છે ત્યારે કોઈ સિવિલ સર્જન કે અન્ય રિપોર્ટની જરૂર પડતી નથી, બહેનોને સંવેદનશીલ બુથમાં ફરજ સોંપેલ છે,ઘણી બધી શાળાઓમાં 80% શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપેલ છે,બીએલઓ નિમણુંક નિયમ 1.1/1.2/1.3 એકપણ ક્રાઈટ એરીયામાં ન આવતા હોય એવા શિક્ષકોના બીએલઓની કામગીરી સોંપેલ છે,છેલ્લા દશ દશ વર્ષથી બીએલઓ તરીકે કામગીરી કરે છે,હવે એમાથી મૂકી મેળવવા અરજી કરેલ હોવા છતાં મુક્તિ આપેલ નથી બીએલઓ કામગીરીમાંથી મૂકત કરવા જરૂરી આધારો સાથે અરજી કરેલ હોવા છતાં વોરન્ટ ઈશ્યુ કરવામાં આવે છે અને એ પણ અત્યાર સુધીમાં શિક્ષકોના જ વોરન્ટ નીકળેલા છે અન્ય એક પણ કેડરના વોરંટ નિકળેલ નથી આ પ્રથા બંધ કરાવવી.
(3) વર્ષ:- ૨૦૧૬ પછી નિમણુંક પામેલા વિદ્યાસહાયકની રજા કેરી ફોરવર્ડ કરવાનો જે પરિપત્ર થયેલો છે એમજ વર્ષ:- ૨૦૧૬ પેલાને પણ જમા કરાવવા બાબત
(4) શિક્ષકોના જે પણ શિક્ષણ નો પ્રશ્ન હોઈ તે શિક્ષણ વિભાગ દ્વારા ઉપરથી આવે અને જે પણ કાર્યકમ હોઈ તે વિભાગ દ્વારા આવે કેમ કે નીચેના જીલ્લા અધિકારીઓ પોતાનો પીઆર વધારવા તાલુકા અને જિલ્લામાંથી પોતાની રીતે જાતજાતના કાર્યકમ આપે છે એ બંધ કરાવવા બાબત,
(5) દ્વિતિય શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ એને હજુ માત્ર ત્રણ દિવસ થયા છે ત્યાં શિક્ષણ સિવાયની કામગીરીના દશ જેટલા પરિપત્ર થઈ ગયા છે તો આવી શિક્ષણ સિવાયની બંધ કરાવવી શિક્ષણને લગતા ના હોઈ અલગ અલગ ઉજવણીના પરિપત્ર બંધ કરાવવા અન્યથા ગુજરાત “પરખ” માં પાછળ જ રહેશે અને શિક્ષકોને જવાબદાર ગણાશે તો એ બાબત પરિણામ લક્ષી રજુઆત કરવા બાબત.
(6) નામદાર ન્યાયાલયના જજમેન્ટ મુજબ હાલ ફરજ બજાવતા અનુભવી શિક્ષકોની ટેટ અને ટાટની પરીક્ષા રદ કરવા બાબત,
(7) જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 150 કે તેથી વધુ હોય એવી શાળા કે એ શાળામાં HTAT મુખ્ય શિક્ષકો નથી અને સિનિયર શિક્ષકો આચાર્ય તરીકે ફરજ બજાવે છે એ શાળામાં મુખ્ય શિક્ષકને મહેકમમાં ગણવામાં ન આવે,
(8) આચાર્ય તરીકે ફરજ સિનિયર શિક્ષકના આચાર્ય એલાઉન્સમાં વધારો કરવામાં આવે.
(9) સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તેમજ પીએમશ્રી શાળામાં સમગ્ર શિક્ષા તરફથી આપવામાં આવતા અનુદાનનો ખર્ચ PFMS ની જગ્યાએ IFMS ટ્રેઝરી થ્રુ કરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવાનો પત્ર વિગતવાર અલગથી કરેલ છે એ બાબત.
(10) ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ કે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પારિતોષિક રકમ મળતી નથી જ્યારે ઇવેન્ટમાં જઈએ ત્યારે બેંકમાં જમા થઈ જશે એવું કહે છે પણ રકમ જમા થતી નથી.
(11) સીપીએફવાળા શિક્ષકોને સીપીએફ નંબર અને પ્રાણકીટ મેળવવામાં ત્રણ ત્રણ વર્ષનો સમય વીતી જાય છે એ બાબત
(12) જાહેર રજાના દિવસે બીએલઓએ કરેલ કામગીરીની વળતર રાજાને બદલે પ્રાપ્ત રજા અપાવવા બાબત.
ઉપરોક્ત તમામ પ્રશ્નોના સુખદ સમાધાન માટે આપની કક્ષાએથી પરિણામલક્ષી રજુઆત કરવા માટે મોરબી જિલ્લાના શિક્ષકો વતી હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી,સંદીપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મંત્રી, કરશનભાઈ ડોડીયા જિલ્લા સંગઠ મંત્રી, પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ હિતેશભાઈ પાંચોટિયા સહ સંગઠન મંત્રી નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી,રમેશભાઈ ચાવડા સહ કોષાધ્યક્ષ વગેરે રાજ્ય કારોબારીમાં ઉપસ્થિત રહી શિક્ષકોના પ્રશ્નોને વાચા આપેલ છે.