Site icon ચક્રવાતNews

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે બંધારણ દિવસની ઉજવણી કરાઈ 

સમગ્ર દેશમાં આજે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સમક્ષ બંધારણના આમુખનુ પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

આ ઉજવણીમાં હાજર દરેક લોકોએ સમુહમાં આમુખનુ વાંચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, સહિત કોંગ્રેસના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Exit mobile version