ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે યોગ દિવસ ઉજવાયો
Morbi chakravatnews
આજે 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આજના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ખાતે જિલ્લા કક્ષા તેમજ શહેર કક્ષાની સાથે સાથે શાળાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, રોહિદાસ પરા પાછળ, મોરબી ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરી નિરોગી રહેવાના પ્રણ લીધા હતા.