ધોધમાર વરસાદની આગાહી, માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ હરરાજી બંધ
Morbi chakravatnews
મોરબી હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે ત્યારે આવતી કાલથી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી ત્રણ દિવસ માટે બંધ રહેશે.
ભારે વરસાદની આગાહી ના પગલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ માટે હરરાજી બંધ રહેશે. તારીખ ૭-૭-૨૦૨૨ થી તારીખ ૯-૭-૨૦૨૨ સુધી હરરાજી બંધ રહેશે રવિવાર ની રજા બાદ તારીખ ૧૧-૭-૨૦૨૨ થી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે.