Site icon ચક્રવાતNews

ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઇ

વોટર હેલ્પલાઇન એપ્લીકેશન દ્વારા પાંચ મીનટમાં ઘરે બેઠા લિંકીંગની કામગીરી કરી શકાશે

ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ હવે દરેક મતદાર જાતે જ ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરી શકે છે. આ સગવડ થકી માત્ર પાંચ જ મિનિટમાં આપ ઘર બેઠા જાતે જ આ પ્રક્રિયા કરી શકશો. ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરાવવા માટે ઓનલાઈનના ફોર્મ ભરવા માટે પ્લે સ્ટોર માંથી વોટર હેલ્પલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લીકેશન શરૂ કર્યા બાદ લેટ્સ સ્ટાર્ટ પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી ઓટીપીથી નંબર વેરીફાઈ કરવાનો રહેશે.

મોબાઈલ નંબર વેરીફાઈ થાય એટલે epic નંબર અને રાજ્યની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ બાકી સંલગ્ન વિગતો નાખી એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ આધારનંબર અને મોબાઈલ નંબર નાખી પ્રક્રિયા સંપૂર્ણ કરતા આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક થયાનો મેસેજ આવશે.

આ પ્રોસેસ અનુસાર વહેલી તકે તમામ લોકો આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક કરી લે તે જરૂરી છે.

Exit mobile version