વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનો કેદી મહારાષ્ટ્રથી ઝડપાયો
Morbi chakravatnews
મોરબી: વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી ટીમે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ આઇ.પી. સી. કલમ- ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮,૪૭૧,૧૨૦બી વિ.મુજબના ગુન્હામાં મોરબી જેલમાં રહેલ કેદી નંબર-૧૨૦/ ૨૦૨૩ રમેશ રામસુભોગ પ્રજાપતીએ નામ. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૦૮ ના વચગાળાના જામીન મેળવી તા.૨૮/૦૨/ ૨૦૨૪ ના રોજ જેલ મુકત થયેલ હોય જે કાચા કામના કેદીને રજા પૂર્ણ થતાં તા.૦૭/૦૩/૨૦૨૪ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનુ હોય પરંતુ કેદી હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામનો કેદી રમેશભાઈ રામસુભોગ પ્રજાપતી મુળ ગામ રામલક્ષણ તા.રૂદ્રપુર જી.દેવરીયા વાળો મહારાષ્ટ્ર રાજયના થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા કાચા કામનો કેદી રમેશભાઇ રામસુભોગ પ્રજાપતી ઉ.વ. પર રહે. હાલ બી-૨૦૪ વિકાસ ટાવર પવઇચોક ઉલ્હાસનગર મુળ ગામ રામલક્ષણ તા.રૂદ્રપુર જી.દેવરીયા વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.