Site icon ચક્રવાતNews

મોરબીની રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક મેઈન બ્રાંચના મેનેજરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રેરણાનું પાવર સ્ટેસન, ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ગણાય તેવા કસ્ટમરના દિલમાં વસેલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એક કર્મઠ કર્મચારી અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા બેંક પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ બેંક ઈન.મેનેજર ગૌતમભાઈ કુંડારીયા અતુલભાઈના જીવનમાંથી શીખેલી કેટલીક વાતો કરી. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સાણંદિયા તથા મોરબી તાલુકા શિક્ષક મંડળીના મંત્રી મહેન્દ્રભાઈ વાઘડિયા પણ હાજર રહ્યા હતા. બેન્કના તમામ સ્ટાફ મિત્રો દ્વારા અતુલભાઈ કાલરીયાને મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તથા તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.

Exit mobile version