Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજા

16 સપ્ટેમ્બર, 2025 ના રોજ 66 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા  દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દિ ને કેન્સર માટેના રોગની કીમોથેરાપી લીધા બાદ ખુબ જટિલ અને જીવલેણ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામની ગંભીર બીમારી લાગુ પડેલ છે, અને દર્દીના ટોટલ WBC કાઉન્ટ માત્ર 50 છે તેમજ પ્લેટલેટ કાઉન્ટ પણ ખૂબ ઓછા છે. આથી દર્દિ ને ખુબ તાવ આવવો, અતિશય નબળાઈ લાગવી જેવી અનેક તકલીફો હતી, ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા એક અઠવાડિયાની સારવાર સફળતાપૂર્વક થતા દર્દીને નવજીવન મળ્યું અને તારીખ ૨૩ સપ્ટેમ્બર,૨૦૨૫ ના રોજ હોસ્પિટલ માંથી હસતા મોઢે રજા કરવામાં આવી, આથી દર્દી તેમજ તેમના સગા દ્વારા ડૉક્ટરો તેમજ આયુષ હોસ્પિટલનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે.

Exit mobile version