Site icon ચક્રવાતNews

મોરબીમાં ZUDIO કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું કહી છેતરપીંડી; વેપારીના 28 લાખ પડાવ્યા

મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે જેમાં વેપારી ZUDIO કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું કહી વેપારી પાસેથી રૂ. ૨૮,૦૩,૫૦૦ પડાવી આજદિન સુધી પરત નહીં કરતા વેપારી યુવકે ત્રણ મોબાઇલ નંબર ધારક અને બે બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૦૬ માં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઈ પુજારા (ઉ.વ.૩૭) એ ત્રણ મોબાઇલ ધારક તથા બે બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદીને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીને અલગ અલગ તારીખે આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ,૨૮,૦૩,૫૦૦/- નું રોકાણ કરાવી આરોપીઓએ ફરીયાદને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી આરોપીઓએ ફરીયાદીના રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version