મોરબીમાં પંચાસર રોડ પરથી વિદેશી દારૂની 5 બોટલ સાથે યુવક ઝડપાયો



મોરબી: મોરબીમાં પંચાસર રોડ પર પેટ્રોલપંપ નજીકથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પંચાસર રોડ પર પેટ્રોલપંપ નજીકથી આરોપી મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી (ઉ.વ.૨૨) રહે પંચાસર રોડ ભારતપરા શેરી નં-૧ મોરબી વાળા એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫ કિં.રૂ.૧૮૭૫ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.