Site icon ચક્રવાતNews

હળવદના ટીકર ગામેથી બંદૂક સાથે એક ઝડપાયો.

એલસીબીએ હળવદના ટિકર રણ ગામે ગેરકાયદે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે સપ્લાયર્સનું નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ટીકર રણ ગામની સીમ ટીકર જવાના કોઝવે ઉપરથી જાહેરમાં હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટી ઉ.વ 30 રહે.ટીકર સંધીવાસ તા.હળવદ જી.મોરબી વાળાને દેશી હાથબનાવટની લોખંડની મેગજીન વાળી પીસ્તોલ નંગ 1કિ.રૂ. 10,000 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ બંદૂક ના સપ્લાયરનું નામ પણ ખુલ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version