Site icon ચક્રવાતNews

મોરબી : વિસિપરામાંથી જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડી પાડવામાં આવ્યા છે.પોલીસ દ્વારા જુગારધારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન ફૂલીનગર -૨ વિસિપરા વિસ્તારમાં ઉજળા ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા પત્તપ્રેમીઓ મળી આવ્યા હતા. ત્યારે (૧)રંજનબેન મુનાભાઇ બાલુભાઇ (૨)હનિફાબેન વાઓ સઇદુભાઇ મેપાભાઇ (૩)અશગરભાઇ હુશેનભાઇ સેડાત (૪)અબ્દુલભાઇ રહિમભાઇ ભટી હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમની પાસે થી રૂ.૧૦,૫૫૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version