Site icon ચક્રવાતNews

જુગાર ની મૌસમ પૂર બહાર માં ખીલી ઉઠી : ધર્મસિદ્ધી સોસાયટીમાં જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટી માંથી જુગાર રમતા ૬ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં આવેલ રહેણાક મકાન માં અમુક ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા રહેણાક મકાન માંથી જુગાર રમતા
(૧) વીરેન્દ્રભાઈ છોટાભાઈ બાવારાવા
(૨) દીપકભાઈ સવજીભાઈ વધડિયા
(૩) જયદીપભાઈ કેશવજીભાઇ અમૃતિયા
(૪) હર્ષદભાઈ દલપતભાઈ અધારા
(૫) સમીરભાઈ નાગજીભાઈ કાવઠિયા
(૬) રાજેશભાઈ રમેશભાઈ વાધડિયા
મળી આવ્યા હતા. ત્યારે આરોપી નં ૧ ના મકાનમાં જુગાર રમતા હોવાથી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી ૯૫,૨૫૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

Exit mobile version