સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: મોરબીનાં 4 યુવાનોના મોત
Morbi chakravatnews
સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…કાર અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ઘટનાસ્થળે જ મોરબીનાં 4 લોકોના મોત
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. દસાડા – પાટડી હાઇવે પર જતી સ્વિફ્ટ કારને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર પલટી મારી પાંચ ફુટ દૂર પડી હતી. અને કારમાં સવાર ચારે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. વધુમાં મૃતકો લૌકિક ક્રિયામા હાજરી આપવા દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં (1) ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા ઉંમર વર્ષ 22 રહે મોડપર, મોરબી