માળિયા મીયાણાના તળાવ પાસે વરલી ના આંકડા લેતા ઈસમ ઝડપાયો.
Morbi chakravatnews
માળિયા પોલીસ દ્વારા માળિયા મિયાણાના તળાવની પાળ પાસે થી જાહેરમાં વર્લીના આંકડા લેતા એક ઈસમ પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
માળીયા મિયાણા ગામે તળાવની પાળે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા અલીયાસભાઇ હુસેનભાઈ ખોડ, રહે.,માળીયા માતમચોક પાસે ખોડવાસ વાળાને પોલીસે રૂપિયા 450 રોકડા અને વરલી મટકાનું સાહિત્ય તેમજ બોલપેન સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી