Site icon ચક્રવાતNews

ગાયત્રી પરીવાર મોરબી દ્વારા ક્રિષ્ના સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ક્રિષ્ના સ્કૂલ રવાપર ઘુનડા રોડ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વિઠલાપરા અને ગડારા વાત્સલ્યભાઈ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજા ઓ ને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા .

આ કાર્યક્રમની શરૂઆત ગણેશજીની આરતી થી કરવામાં આવી હતી ત્યારબાદ મહારાષ્ટ્રના પોશાકમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. ત્યારબાદ અનિલભાઈએ ગાયત્રી પરિવાર અને ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યનો પરિચય આપ્યો તેમજ ગાયત્રી મહામંત્ર નું અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ ગડારા વાત્સલ્ય ભાઈ એ વ્યસન વિષે બાળકોને માહિતી આપી હતી. અંતમાં પ્રિન્સીપાલ મનીષભાઇ ચારોલાએ બાળકોને પોતાના વાલી તેમજ અન્ય લોકો ને વ્યસન મુક્ત બનાવશે તો તે બાળક નું સન્માન બાળ સભામાં કરવામાં આવશે એવું પ્રોત્સાહન આપ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના સંચાલક હર્ષદભાઈ ઓડિયા તેમજ પ્રિન્સીપાલ મનીષ ભાઈ ચારોલા અને હાર્દિક ભાઈ પાંચોટીયા તેમજ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.

Exit mobile version