Site icon ચક્રવાતNews

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

આજે મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે ફ્રેન્ડસ ક્લબ, ફર્સ્ટ ક્રાઇના સૌજન્યથી તથા બીટી સવાણી કિડની હોસ્પિટલ અને સન્ડે સ્કૂલ તથા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો.ગીતાંજલી વિદ્યાલય ખાતે 12 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિઓને વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર,વેલસ્કોપની તપાસ કરી આપવામાં આવી.

આ કેમ્પમાં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને હિમોગ્લોબીન વેલસ્કોપ તથા પુર્ણ બોડી ચેકઅપ કરી જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તેવા વિદ્યાર્થીને તેની દવાનો સપુર્ણ કોર્ષ સાથે બીજી અન્ય દવાઓ પણ આપવામાં આવી આ સાથે વિદ્યાર્થીના વાલીઓ તથા મોરબીના શહેરીજનોને વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વેલસ્કોપની વગેરે ચેકઅપ કરી આપવામાં આવ્યુ તથા દવા પણ ઉ૫લબ્ધ કરાવી.

આ કેમ્પના અંતે ડોકટરની ટીમ દ્વારા તમામ વિંદ્યાર્થીઓને તથા વાલીઓને શરીરને લગતા રોગો કેવી રીતે થાય, કયા રોગના કેવા લક્ષણો હોય તેનેથી બચવા શુ કરવું એવી તમામ પ્રકારની માહિતી આપી.સાથે ડાયાબીટીસ કેન્સર જેવા રોગો માટે અગમચેતીના પગલા, લક્ષણો દ્રારા ઓળખ તથા સારવાર અંગે માહીતી આપવામાં આવી.

ગીતાંજલી વિદ્યાલયના મેનેજીંગ ડાયરેકટર એવા રૂપલબેન મનોજભાઇ પનારા દ્વારા ફ્રેન્ડસ ક્લબ, ફર્સ્ટ ક્રાઇના સૌજન્યથી તથા બીટી સવાણી કિડની હોસ્પિટલ અને સન્ડે સ્કૂલ તથા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશનની પ્રવૃતિને બીરદાવતા તમામ એન.જી.ઓ તથા સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યકત કર્યો.

Exit mobile version