ગીતાંજલી વિદ્યાલયમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી
Morbi chakravatnews
આજ રોજ ચરાડવા ખાતે આવેલી શ્રી ગીતાંજલી વિદ્યાલય ખાતે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બાળકોએ પોતાના હાથે બનાવીને શાળામાં ગણેશ ઉત્સવની ઉમંગ ભેર ઉજવણી કરી
શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોએ આ ઉત્સવમાં ભાગ લીધો.જેમાં કાગળમાંથી મૂર્તિ બનાવી. ટપકા જોડી ગણપતિની મૂર્તિ બનાવી. માટીમાંથી વિવિધ મૂર્તિ બનાવી પ્લાસ્ટિક જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર મૂર્તિ બનાવી હતી
આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આપણા ધાર્મિક તેહવાર નું મહત્વ સમજે અને બાળકો પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી શકે અને બાળકમાં પડેલી સુષપ્ત શક્તિ નો વિકાસ કરી સકાય તે માટે શાળામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સમગ્ર કાર્યકમ ને શાળાના આચાર્ય દ્વારા બધા બાળકોને અભિનંદન આપ્યા હતા.તેમજ શાળાના સ્ટાફ ગણ આ સમગ્ર કાર્યક્રમ ને સુંદર બનાવમાં સહભાગી બન્યા