GPSC દ્વારા લેવામાં આવતી ઇજનેર સેવા વર્ગ -1,2 તથા ગેટની પરીક્ષા માટે મોરબી ખાતે સેમિનાર યોજાશે
Morbi chakravatnews
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર ઇજનેર સેવા (સિવિલ) વર્ગ-૧,અનેર ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.EL. કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાના વતની હોઇ અને આ પ્રકારનું માર્ગદર્શન અને કોચિંગ મેળવવા ઇચ્છતા હોઇ તેવા ઉમેદવારો તથા વિધાર્થીઓએ આ પ્રેસનોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૦ માં રૂમ નં.૨૪૬, સિંચાઇ શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમૂનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઇટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.