Site icon ચક્રવાતNews

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હટાવેલ ઓબીસી અનામત અંગે પુનઃ વિચારણા કરવા આવેદન

ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10% અનામત હટાવવા ના નિર્ણય અંગે, પુનઃવિચારણા કરવા માટે ટંકારા મામલતદારને કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા ,પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા પ્રદેશ ઓબીસીના આગેવાન ડો.લખમણભાઇ કંઝારિયા તેમજ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ જારીયા ,મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસીના મહામંત્રી મનસુખભાઈ વાઘેલા , ઉપપ્રમુખ દલસુખભાઈ નથુભાઈ આહીર આશિષભાઈ ગજિયા ,રામભા ગઢવી , રમેશભાઈ ગેડિયા તેમજ ટંકારાના ઓબીસી ના આગેવાનોએ ટંકારા મામલતદાર ને આવેદનપત્ર આપી અને ગુજરાતમાંથી જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે, તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

Exit mobile version