Site icon ચક્રવાતNews

મોરબીના ગુંગણ ગામે વોંકળામાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટ પાસે આવેલ વોકળામાંથી ઇગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કોટમાં આવેલ વોકરામાં અરમાનભાઇ ઇકબાલભાઈ જુણેજા નામનો ઇસમ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી કાંઇક શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરી કુલ બોટલો નંગ-૩૧૨ કિ.રૂ. ૩,૨૭,૬૦૦ તથા બિયર ટીન-૧૨૦ કિ.રૂ.૨૧,૬૦૦ એમ ફૂલ કિ.રૂ. ૩,૪૯,૨૦૦/- મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

Exit mobile version