હળવદમાં નજીવી બાબતે યુવક સહિત ત્રણ વ્યકિતને ચાર શખ્સોએ ધોકા વડે ફટકાર્યા
Morbi chakravatnews
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ રહેતા કરણભાઈ બળદેવભાઈ સડલીયા (ઉ.વ.૨૧) એ આરોપી સહદેવભાઈ મુનાભાઈ કોળી, રામો કોળી રહે. બંને હળવદ ભવાનીનગર ઢોરે તથા ભાવેશભાઈ લાલદાસભાઈ સાધુ તથા હગો કોળી રહે. હરિદર્શન સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્ની તથા રોહન રાવળદેવ બંને વોટસએપ મેસેજમાં વાતચીત કરતા હોય જે બાબતે ફરીયાદીએ રોહનને વાતચીત નહીં કરવા બાબતે કહેલ હોય જેથી રોહનનું ઉપરાણુ લઈ આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી સાથી નિકુલ ઉર્ફે અર્જુનને તેમજ મનસુખભાઈને લાકડાના ધોકા વતી ઘા મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.