Site icon ચક્રવાતNews

હળવદ :- કોયબા ગામના પાટીયા સામે હોટલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા સામે આવેલ આરોપીના ભોગવટા વાળી જુની આશાપુરા હોટલમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે સંગ્રહ કરીને રાખેલ હોઈ ત્યારે એલસીબી દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી.

ત્યારે હોટલ માંથી એલસીબીને ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની Mc Dowell’s No.1 વ્હીસ્કીની ૭૫૦ મિલીની કંપની કાચ શીલ પેક બોટલો નંગ-૨૫ જે એક બોટલની કિ.રૂા.૩૦૦/- લેખે કુલ બોટલો નંગ-૨૫ ની કિ.રૂ. ૭૫૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે આરોપી
(૧) હિતેશભાઇ ઉર્ફે લાલો નાગરભાઇ હડિયલ
(૨) દેવરાજભાઇ સિંધાભાઇ ઘાઘર મળી આવ્યા હતા ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરી પ્રોહિબિસન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version