Site icon ચક્રવાતNews

હળવદના નવા અમરાપર ગામે યુવતીના નામની ફેક આઇડી બનાવી બદનામ કરવાની કોશિશ કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

હળવદ: હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતી યુવતીના નામની ફેક આઇડી બનાવી યુવતીની બદનામી થાય તેવા મેસેજ કરી યુવતીને સોસીયલ મિડિયા પર હેરાન પરેશાન કરનારા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બનાવી મેસેજમા ફરીયાદીની બદનામી થાય તેવા બિભત્સ મેસેજ કરી તેમજ ફરીયાદીનો પ્રોફાઈલ ફોટો રાખી ઇન્સ્ટાગ્રામમા મોકલી તેમજ સોશીયલ મીડીયા દ્વારા હેરાન પરેશાન કરનારા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version