હળવદના નવા ઘનશ્યામગઢ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
Morbi chakravatnews
મોરબી: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે પરીણીતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી ઉર્મીલાબેન કરણભાઈ નાયક (એ.વ.૧૮) હાલ રહે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઇ કડીવાલની વાડી વાળાએ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે પોતાના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનુ માઠુ લાગી જતા પરીણાતાએ પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.