મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સંજયભાઈ ભીખાભાઈ પટેલની વાડીએ રહેતા ચકુબેન રામાભાઈ ભીલ (ઉ.વ.૩૦)ને તેના પતિ સાથે રસોઈ બાબતે અણ બનાવ થતા મનમાં લાગી આવતા પોતાની જાતેથી ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.