હળવદ :- કીડી ગામમાં લેન્ડ ગ્રેબિંગ નો કિસ્સો સામે આવ્યો
Morbi chakravatnews
મોરબીના રહેવાસી નાનજીભાઈ બજાણીયા એ હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની હળવદના ટીકર ગામ પાસે આવેલ કીડી ગામની સીમમાં રેવન્યુ સવૅ ૪૭૩ પૈકી ૧ ની જમીન આવેલી હોય જે જમીન પર 2012 થી લઈ અત્યાર સુધી આરોપી જગદીશસિંહ જાડેજા દ્વારા ગેરકાયદેર રીતે કબ્જો કરવામાં આવેલ હોઈ ત્યારે ફરિયાદી દ્વારા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે