Site icon ચક્રવાતNews

હળવદ સરા નાકા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ : હળવદના સરા નાકા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદના સરા નાકા નજીક આરોપી અજયભાઈ ચંદુભાઈ ગડેશીયા (ઉ.વ.૨૬) રહે. નવા દેવળીયા તા. હળવદવાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોટરસાયકલમા રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૦૧ કિં રૂ.૩૦૦ તથા એક્ટીવા મોટરસાયકલની કિં રૂ.૩૫,૦૦૦ મળી કુલ કિં રૂ.૩૫,૩૦૦ ના મુદ્દામાલ સાથે રાખી મળી આવતા આરોપી અજયભાઈને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ નીલેશભાઈ સુરેલાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version