Site icon ચક્રવાતNews

હળવદ :- વ્યાજના પૈસા ત્રણ ગણા પાછા આપી દીધા હોવા છતાં, વ્યાજખોરોએ અપહરણ કરી માર માર્યો

હળવદના સરા રોડના નાકા પર રહેતા જુમાભાઇ કરીમભાઇ નારેજા (ઉ.વ.૪૫) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને ૩ લાખ જેટલા રૂપિયા વ્યાજે લીધા હોઈ, રકમના ત્રણ ગણા રૂપિયા પાછા આપી દીધા હોઈ છતાં પણ આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય ત્યારે ફરિયાદીના દીકરા એ આરોપીઓ સાથે વાતચિત કરતા તેઓએ ગાળો ભાંડી આરોપીઓ દ્વારા તેમની અપહરણ કરી તેમને ઢિકા, પાટું, છરી ના છરકા કર્યા હતા. અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોઈ ત્યારે હળવદ પોલીસ સ્ટેશનમાં 6 ફરિયાદ નોંધાયો છે જેમાં

(૧) મયુર રબારી,
(ર) નરશી રબારી
(૩) વિક્રમ મનુભાઇ રબારી
(૪) મનુભાઇ રબારી
(૫) અને (૬) અજાણ્યા બે ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Exit mobile version