હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઈલેક્ટ્રીક કોપર વાયર આશરે ૧૦૦૦ મીટર જેની અંદાજિત કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ નો મુદામાલ ચોરૅ કરી લઈ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જીલ્લાના વતની અને હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા સુમિતભાઈ રાજેન્દ્રભાઈ પંડ્યા (ઉ.વ.૩૫) એ આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ભોગવટાવાળી સોલાર પ્લાન્ટની જગ્યામાં કંપાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેંસીગ વાયર કાપી દિવાલ કુદી બંધ જગ્યામાં અંદર પ્રવેશ કરી અંદર રહેલ ટ્રાન્સફોર્મર રૂમ પાસે રહેલ ઇલેક્ટ્રીક કોપર કેબલ વાયર આશરે ૧૦૦૦ મીટર જેટલી લંબાઇ જેની અંદાજીત કિમત રૂપિયા ૪,૦૦,૦૦૦ જેટલી ગણી શકાય તે કાપી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.