હળવદ માળિયા હાઈવે પર નજીવી બાબતે આધેડને ચાર શખ્સોએ માર માર્યો
Morbi chakravatnews
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અમદાવાદ રહેતા સુરેશભાઈ સરજુભાઈ આહિર (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ભેગા મળી ફરીયાદિના હવાલા વાળી ટ્રક રજીસ્ટર નં.GJ-01-DX- 8121 વાળીમા પથ્થરના ઘા મારતા હોય જેથી ફરીયાદીએ તેને શા માટે નુકશાની કરો છો તેમ કહેતા આરોપીઓએ ફરીયાદિને ઢીકા પાટુનો માર મારી તેમજ લાકડાના ધોકાથી મારી મુન્ઢ ઇજા કરી ફરીયાદીની ટ્રકમા નુકશાની કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.