Site icon ચક્રવાતNews

હળવદ :- પોલીસ દ્વારા દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો.જાણો સમગ્ર ઘટના

હળવદ પોલીસ દ્વારા એક દુકાન માંથી મોટા જથ્થામાં દારૂ કબજે કરવામાં આવ્યો છે. તેમજ સંડોવાયેલ એક આરપીને પકડી પાડવામાં આવ્યો છે. તો બીજાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, હળવદ પોલીસ દ્વારા હળવદના દિવ્યા પાર્ક -૨ ની બહાર આવેલ કોમ્પલેક્ષમા કે.કે.કંટ્રક્શન લખેલ દુકાન માં રેઇડ કરવામાં આવી હતી દરમિયાન દુકાન માંથી માસ્ટર બ્લેન્ડર વ્હિસ્કીની બોટલ નંગ -૭ , ઓફિસર ચોઇસ વ્હિસ્કી ના ચપલા નંગ ૩૧ તેમજ એક ઓપોનો મોબાઈલ મળી આવેલ હતો ત્યારે પોલીસ દ્વારા આ તમામ મુદ્દામાલ જેની કી.રૂ ૧૩,૮૪૦/- આંકી કબ્જે કરવામાં આવ્યો છે. ત્યારે દુકાનમાં હજાર આરોપી ખેંગારભાઇ રામજીભાઇ કલોતરા (ઉ.વ.૩૨) ની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.

Exit mobile version