હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં સંઘરેલા વોડકા દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Morbi chakravatnews
પોલીસની આ કાર્યવાહી માં રૂ. 26000 નો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી
હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી 94 બોટલ દારૂ સાથે રૂપિયા 26200 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે આ બનાવમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા કુલ ત્રણ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રીના ડુંગરપુર ગામની સીમમાં ભાડા પટ્ટા ઉપર જમીન રાખી તેમાં વાવેતર કરી જેમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે 94 બોટલ સાથે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે શખ્સઓ ને ઝડપી પાડવા પોલીસે વોચ ગોઠવી હોવાનું જાણવા મળ્યું છે આ કામગીરીમાં હળવદ પી.આઈ એમ.પી પટેલ, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓ રોકાયા હતા.