હળવદ પંથકમાં લાલબત્તી સમાન કિસ્સો; 17 વર્ષીય સગીરાને એક શખ્સ ભગાડી ગયો
Morbi chakravatnews
હળવદ: મોરબી જીલ્લામાં સતત કિશોરીઓને લલચાવી, ફોસલાવી ભગાડી જતા હોવાની ફરિયાદો પોલીસ મથકે આવી રહી છે, ત્યારે આવી જ એક ઘટનામાં હળવદ વિસ્તારમાં એક સગીરાને લલચાવી, ફોસલાવી કાયદેસરની વાલીપણામાથી ભગાડી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ હળવદ પંથકમાં મજરી કરતા રહેતા યુવકે આરોપી ગોપાલ રૂડાભાઈ ઠાકોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીરવયની દિકરી સગીર હોવાનું આરોપી જાણતો હોવા છતાં લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.