હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 18 બોટલો સાથે બે ઝડપાયાં
Morbi chakravatnews
હળવદ: હળવદ દંતેશ્વર દરવાજા અંદર આરોપી મોનિશભાઈ રમેશભાઈ બોરાણીયાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ દંતેશ્વર દરવાજા અંદર આરોપી મોનિશભાઈ રમેશભાઈ બોરાણીયાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૬૭૫૦ ના મુદ્દામાલ આરોપી મોનિશભાઈ રમેશભાઈ બોરાણીયા(ઉ.વ.૨૫) રહે. પીઠળમાના મંદિર પાછળ દંતેશ્વર દરવાજા હળવદ તથા આકાશભાઈ સુખદેવભાઈ વિદાણી (ઉ.વ.૨૭) રહે.અન્નક્ષેત્ર રોડ પાસે હળવદવાળાને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રવિભાઇ કોળી રહે. ઘુંટુ રોડ ત્રાજપર ચોકડીથી અંદર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.