Site icon ચક્રવાતNews

હળવદમાં યુવાન પર એક શખ્સનો છરી વડે હુમલો

હળવદ: હળવદમાં આરોપીની પત્ની રીસામણે રીસામણે હોય જેને તેડીલાવવા સમજાવવા ગયેલ સમાજના આગેવાનો પર આરોપીએ છરી વડે હુમલો કરી યુવાનને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા સાગરભાઈ સવજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૭) એ આરોપી કાળુભાઇ મંગાભાઈ મલ્લ રહે. હળવદ બસ સ્ટેશન પાછળ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીની પત્ની રીસામણે હોય જેથી સમાજના આગેવાનોએ આરોપીને તેની પત્નીને તેડી લાવવા માટે સમજાવવા ગયેલ હોય જે આરોપીને સારૂ નહી લાગતા જે બાબતનો ખાર રાખી જાહેરમાં ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા સાથીએ ગાળો નહી બોલવા સમજાવવા જતા ફરીયાદીને તથા સાથીને ભુંડા બોલી ગાળો આપીને તેના છકડામાંથી છરી કાઢીને ફરીયાદીના જમણા હાથની ટચલી આંગળી પર ઘા કરીને મુંઢ ઇજા કરી અને જયંતિભાઇ ફરીયાદીની છોડાવવા જતા જયંતિભાઇના ડાબા પગના સાથળના ભાગે ફુટની ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સાગરભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version