હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના જુના દેવળીયાથી ચરાડવા જવાના રસ્તે આરોપી ફિરોજભાઈ ઈસાભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા તા. હળવદવાળાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો કુલ કિ.રૂ.૯૬૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.