હળવદના કડી ગામની સીમમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
Morbi chakravatnews
હળવદ તાલુકાના કડી ગામની સીમમાંથી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે કીડી ગામની સીમમાંથી એક ઇસમ લાભુભાઇ પુંજાભાઇ જીંજવાડીયા રહે ગામ જુના જોગડ તા.હળવદવાળાને દેશી હાથ બનાવટનો તમંચો નંગ – જેની કિંમત રૂપિયા ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.