હળવદના નવા દેવળીયા ગામે પીતાએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો કર્યો આપઘાત
Morbi chakravatnews
હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પિતાએ મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડી અને ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ભરતભાઈ મગનભાઈ પટેલની વાડીએ રહેતા કિંજલબેન કમલેશભાઇ નાયક (ઉ.વ.૧૬ને તેના પિતાએ મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડી અને ઠપકો આપેલ હોય જેથી મનમાં લાગી આવતા વાડીમાં જાજરૂ જવાનું કહી ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી.