હળવદના ટીકર ગામે વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: હળવદ તાલુકાના ટીકર ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી અનવરભાઈ ઉર્ફે મુન્નો અહેમદભાઈ ઉર્ફે બાબુ રહે. ટીકર ગામ તા. હળવદ વાળાને રોકડ રકમ રૂ. ૧૫૨૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.