Site icon ચક્રવાતNews

હર ઘર તિરંગા અંગે જાહેર જનતાને અપીલ કરતા ઑરેવા ગૃપના ઓનર જયસુખભાઈ પટેલ

ચાલો સાથે મળીને હર ઘર પર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ – જયસુખભાઈ પટેલ

રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતાં ઑરેવા ગૃપના ઓનર જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીન કા અમૃત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હર ઘર પર તિરંગા લહેરાવવા અપીલ કરી છે તેણે હવે હર ઘર તિરંગા મહાઅભિયાનનું રૂપ ધારણ કર્યું છે. લોકો સ્વયં રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મોરબીની જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે, દરેક ઘર તથા તમામ જગ્યાઓએ સાથે મળીને તિરંગો લહેરાવીએ અને ચાલો આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ.

Exit mobile version