Site icon ચક્રવાતNews

મોરબીના હરીપર કેરાળા ગામે થયેલ લુંટનો ભેદ ઉકેલી તમાંમ આરોપીઓને દબોચી લેતી તાલુકા પોલીસ

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં વણશોધાયેલ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓ લુટમાં ગયેલ મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ચાની હોટલ પાસે છ શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

જેથી આ લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ લુટ ના ગુન્હાને અંજામ આપનાર ઇસમો ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા (ઉ.વ.૩૫) રહે-હાકમસાની દરગાહાની પાસે માળીયા (મિં) જી.મોરબી, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર (ઉ.વ.૩૫) રહે-બાપુની ડેલી માળીયા (મિં), સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા (ઉ.વ.૧૯) વર્ષ રહે- ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા (મિં), જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર (ઉ.વ.૧) વર્ષ રહે-બાપુની ડેલની બાજુમાં માળીયા (મિં), સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા (ઉ.વ.૧૯) વર્ષ રહે- ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા (મિં) તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સહિત તમામ આરોપીઓને પકડી પાડી લુટમાં ગયેલ મુદામાલ ત્રણ સ્પ્લેન્ડર મોટર સાયકલ કી.રૂ. ૧,૧૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧, ૫૦,૦૦૦૦/- મુદ્દામલા કબ્જે કી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસની પો.સ.ઇ. એચ.એસ.તીવારી ચલાવી રહેલ છે.

Exit mobile version