Site icon ચક્રવાતNews

હાય રે ! મોંઘવારી અદાણી ગેસ લિમિટેડ દ્વારા સીએનજીની ગેસની કિંમતમાં 1.31 રૂપિયાનો વધારો

PNG માં પણ 28 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે


મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અદાણી ગેસ દ્વારા બે મહિના બાદ ફરી એકવાર ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. CNG અને PNG બંનેમાં ભાવવધારો થતા લોકોની પરેશાની વધી ગઈ છે. CNG માં 1.31 રૂપિયા ભાવ વધતા 83.90 રૂપિયા થયો છે. તો PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંકાયો છે સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે

Exit mobile version