Site icon ચક્રવાતNews

ઉનાળામાં દૂધીને ડાએટમાં કરવી છે સામેલ તો બનાવો આ વાનગી.

લોકો દૂઘીનું નામ સાંભળીને ઘણીવાર વિચિત્ર મોં બનાવવાનું શરૂ કરે છે, જોકે દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી સાબિત થાય છે. જો કે તમે દરેક ઋતુમાં દૂધી મેળવી શકો છો, પરંતુ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેને આહારમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં ઘણું પાણીનું પ્રમાણ રહેલું હોય છે. આ સ્થિતિમાં ઉનાળામાં દૂધી ખાવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે. આ સિવાય તેમાં વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક અને ફાઈબર જેવા ગુણો સામેલ છે. આટલું જ નહીં, તે વજન ઘટાડવા, પાચનમાં સુધારો કરવા, ત્વચામાં કુદરતી ગ્લો લાવવા, હૃદયની સંભાળ લેવી, યાદશક્તિને વેગ આપવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા જેવા ઘણા ફાયદાઓ પણ પૂરા પાડે છે. જો કે, મોટાભાગની મહિલાઓ સમજી શકતી નથી કે દૂધીને તેમના આહારમાં જુદી જુદી રીતે કેવી રીતે સમાવેશ કરવો. તેથી, આજે ચાલો આપણે દૂધીને આહારમાં શામેલ કરવાની કેટલીક રીત જોઈએ.

દૂધીની ખીર

જો તમને મીઠો ખોરાક ગમે છે, તો પછી તમે દૂધીની ખીર બનાવી શકો છો. જો કે, તેને વધુ હેલ્ધી બનાવવા માટે, તમે ખાંડને બદલે ખીરમાં ગોળ ઉમેરી શકો છો અને વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકો છો. અંતે, ખીરને સમારેલી બદામથી ગાર્નિશ કરો અને આ ખીર તમે ગરમ ​​કે ઠંડી ખાઈ શકો છો.

દૂધીની સ્મૂદી

જો તમે તમારું વજન મેનેજ કરવા માંગો છો, તો દૂધી તમને મદદ કરશે. આ માટે તમે તમારા નાસ્તામાં દૂધીની સ્મૂદીનો સમાવેશ ક્રોઈ શકો છો. પાણી, દૂધીની ગ્રેવી, લીંબુનો રસ, મીઠું અને જીરું પાઉડરથી તૈયાર કરવામાં આવેલી આ સ્મૂધિમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને આ ખાવાથી તમને ભૂખ પણ ઓછી લાગશે. જે તમને તમારું વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Exit mobile version