Site icon ચક્રવાતNews

મોરબીમાં શ્રાવણીયો જુગાર જામ્યો : પીપળી રોડ પરથી જુગાર રમવાની સવલતો પુરી પાડતા એક ઈસમ સહિત પાંચ ઝડપાયા

શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગાર મોરબી જિલ્લામાં ઠેરઠેર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસે પણ જુગારધામો પર રેડ કરીને જુગારીઓની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે મોરબીના પીપળી રોડ પરથી જુગાર રમતા અને જુગાર રમવા માટેની વ્યવસ્થા કરી દેતા એક ઈસમ સહિત પાંચ જેટલા પત્તા પ્રેમીઓ ઝડપાયા છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ હરીગુણ બિઝનેસ સેન્ટર લોરીયસ સિરામિક નામની દુકાન નં.૨૮ અમુક ઈસમો પતે રમતા હોય ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી આરોપી
(૧) ચિરાગભાઇ પટેલ, (૨) કયુરભાઇ પટેલ(૩), બંસીભાઇ પટેલ, (૪) હસમુખભાઇ પટેલ, (૫) જીગ્નેશભાઇ પટેલ મળી આવ્યા હતા ત્યારે તેમની પૂછપરછ ઉપરોક્ત દર્શાવેલ આરોપી માંથી આરોપી નંબર ૧ જુગાર રમવા માટેની સવલતો પૂરી પાડતો હોય અને આરોપી ૨ થી ૫ ત્યાં જુગાર રમવા આવેલ હોઈ તેવું ખુલ્યું હતું બાદ પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી ૪૩,૯૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

Exit mobile version