Site icon ચક્રવાતNews

મોરબીમાં બે અમદાવાદીઓએ ખોટી ઓળખ આપી રૂ.75 લાખની કરી છેતરપિંડી

મોરબી: મોરબીનાં ટીમડી પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે બે અમદાવાદીઓએ ખોટી ઓળખ આપી જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫ લાખ પરત ન આપતા જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીના માલીકે મીકિમી ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ રોડ પર અનુપમ કો.ઓપરેટીવ સોસાયટીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અનીલભાઈ જમનાદાસ ઠક્કર (ઉ.વ.૫૪) એ આરોપી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકિરચંદ સોલંકી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા જુન -૨૦૧૬થી સને ૨૦૨૦ દરમ્યાન ટીંબડી ગામના પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે આવી આરોપી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી ના ડાયરેકટર આરોપી પંકજકુમાર તથા આરોપી પ્રેમસાગર નામ વાળાઓએ ગુન્હાહિત કાવતરૂ રચી આરોપી પંકજકુમારે ફરીયાદીને તેઓ રાજપુત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ,પરીચય આપી પોતે વી.વી.આઇ.પીના અંગત મીત્ર અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહિવટ કરતા હોવાનો સ્વાંગ રચી એક વેપારી તરીકે ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદે વિશ્વાસઘાત કરીને ફરીયાદીની જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫,૦૦,૦૦૦/- પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસધાત કર્યો હતો. આ બનાવ અંગે અનીલભાઈએ છેતરપિંડી કરનાર મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૧૨૦(બી),૪૦૬,૪૧૯,૪૨૦ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version